દુર્ઘટના:ખરેડી ગામમાં બાંધકામ સાઈટ પર બીજા માળેથી નીચે પટકાતા ઘવાયેલા આધેડનું મૃત્યુ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિલાયન્સ કંપનીના સિકયોરીટી ગાર્ડનું બાથરૂમમાં પડી જતા સારવારમાં મોત થયું

કાલાવડ તાલુકાના ખરેડી ગામે બાંધકામનલી સાઇટ પર બીજા માળેથી નીચે પડી જતા આધેડ શ્રમિકનું મૃત્યું નિપજ્યું છે. જામનગર જિલ્લામાં અપમૃત્યુ વધુ બે બનાવો નોંધાયા છે. જેમાં કાલાવડ તાલુકાના ખરેડી ગામે ગુરૂવારે સવારે આઠેક વાગ્યાના સુમારે સ્લેપ ભરાઇ વખતે બાંધકામની સાઇટ પરથી બીજા માળેથી નીચે પડી જતા બાલંભડી ગામના જયસુખભાઇ ભીમસીભાઇ ચૌહાણ (ઉ.વ.45) નામના શ્રમિક આઘેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. દરમ્યાન હોસ્પિટલ ખસેડાયેલા આ આઘેડનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું.

આ બનાવ અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે જામનગર નજીકની રિલાયન્સ કંપીનમાં સિકયોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા શંકરસિંહ હોંશિયારસિંહ ભિલોત (ઉ.વ.54) નામના કર્મચારી ગત તા.15મી ના રોજ બાથરૂમમાં પડી જતા બેશુદ્ધ થઇ ગયા હતા. દરમ્યાન તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સાવાર દરમ્યાન તેમનું મૃત્યું નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...