અકસ્માત:ઠેબા ચોકડી પાસે ટ્રકની ઠોકરે બાઈકચાલક આધેડનું મોત

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત નિપજાવી ટ્રકચાલક નાસી છૂટયો

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ટ્રકે ઠોકર મારતા મોટરસાઇકલ ચાલક આધેડનું કમકમાટીભર્યું મૃત્યું નિપજ્યું છે. અકસ્માત નિપજાવી ટ્રકચાલક નાશી જતિાંં પોલીસે શોધખોળ હાથ ધરી છે. જામનગરમાં ઠેબા ચોકડી પાસે દેવેન પેટ્રોલપંપની સામે મંગળવારે સાડા આઠેક વાગ્યાના સુમારે પૂરઝપડે દોડતા જીજે-10-ટીવી-9979 નંબરના ટ્રકચાલકે જીજે-10-ડીબી-6962 નંબરના મોટરસાઇકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. જેમાં મોટરસાઇકલ ચાલક વસંતભાઇ ભવાનભાઇ પરમારના નામના આધેડને માથા સહિના શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

દરમિયાન અકસ્માત નિપજાવી ટ્રકચાલક નાશી ગયો હતો. જ્યારે ઘવાયેલા આધેડને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે મૃત્તકના નાનાભાઇ વિનોદભાઇ પરમારએ પંચકોષી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ એમ.આર. સવસેટા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...