તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંમેલન:રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને નારીશક્તિ સંમેલન યોજાયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓને વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન અપાયું
  • દીકરીઓને ગુડ ટચ, બેડ ટચની સમજણ આપવામા આવી

જામનગર મા રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલાબેન દેસાઈના અધ્યક્ષસ્થાને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે નારી શક્તિ સંમેલન યોજાયું હતું. સભ્યએ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની મુલાકાત લીધી હતી.

જામનગરની મુલાકાતે આવેલ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલાબેન દેસાઇ વિકાસગૃહની બાળાઓને મળ્યા હતા અને તેઓને ગુડ ટચ બેડ ટચ તેમજ મહિલા સુરક્ષા વિશે માહિતી પ્રદાન કરતા વાતચીત કરી હતી. વિકાસગૃહ ખાતે યોજાયેલ આશ્રિત મહિલાઓ સાથે નારી શક્તિ સંમેલનમાં મહિલાઓની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સભ્યએ નારી શક્તિ સંમેલનમાં મહિલા આયોગની કામગીરી, મહિલા કલ્યાણલક્ષી કેન્દ્ર અને રાજ્યની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે ઉપસ્થિત મહિલાઓને માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, મહિલાઓ અંગે વિવિધ કાયદાઓમાં જયાં સુધારા અને બદલાવ લઈ આવવાની જરૂર જણાય છે ત્યાં કેંદ્ર સરકાર બદલાવ લાવી રહી છે. ચાલુ વર્ષે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ કે ઘરેલુ હિંસામાં અનેક કાયદાની ખામીઓ દૂર કરી નવા કાયદા બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે તેમજ આવશ્યક બાબતોને ધ્યાને લઇ મહિલાઓને લગતા નવા કાયદાઓ બનાવવામાં આવે છે.

આયોગ દ્વારા કોલેજ, યુનિવર્સિટી, શાળાઓમાં દરેક જગ્યાએ મહિલા કાર્યક્રમ થકી મહિલાઓને કાયદાઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવે છે. સભ્યએ મહિલાઓને પોતાના પર થતા અત્યાચારોને સહન ન કરતા, તેને ના છુપાવતા ભય વિના મહિલા આયોગનો સંપર્ક કરી તેના માટે લડવા કટિબદ્ધ બનવા અપીલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારે ભારતમાં મહિલાઓ વધુ સશક્ત બની છે. મહિલા સ્વાસ્થ્ય માટે પણ પ્રધાનમંત્રીએ અનેક પગલાં લીધા છે જેવા કે ઘરે ઘરે શૌચાલય થકી પ્રધાનમંત્રીએ મહિલાઓની સુરક્ષા અને સ્વસ્થતા બંનેનો ખ્યાલ રાખ્યો છે, તો ઘરે ઘરે ગેસના ચુલા આપી મહિલાઓને ભવિષ્યની થનારી બિમારીઓથી બચાવી છે. પ્રધાનમંત્રીના પ્રયાસો થકી રાષ્ટ્રીય મહિલા આયોગ મહિલાઓના પ્રશ્નો તેમજ મુશ્કેલીઓને નિવારવા માટે કેટલું સક્ષમ અને કટિબદ્ધ છે તે અંગેની માહિતી ડો. રાજુલબેન દેસાઈએ આપી હતી.

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નયનાબેન પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટકીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તનબેન પરમાર, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરસનભાઈ ડાંગર, માનદ મંત્રી હીરાબેન તન્ના, મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશભાઈ ભાભી, સી.ડી.પી.ઓ ગીતાબેન મારવાણીયા, શહેરના વિવિધ વિસ્તારના કોર્પોરેટરઓ, સંસ્થાની મહિલાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...