વેક્સિનેશન:જામનગર શહેરમાં મનપા દ્વારા કોરોના રસીકરણની મેગા ડ્રાઈવ યોજવામા આવી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર દ્વારા જામનગર મનપાને 11000 ડોઝની ફાળવણી કરવામા આવી

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકાની વચ્ચે શહેરમાં રસીકરણ અભિયાન તેજીથી ચલાવાઈ રહ્યું છે. ત્યારે જામનગર શહેરમાં મનપાના રસીકરણ કેન્દ્રો પર મેગાડ્રાઈવ યોજી વધુમાં વધુ લોકોને રસીકરણ કરવાનો પ્રયાસ કરાયો હતો.

જામનગર મહાનગરપાલિકા દ્વારા 3.60 લાખ થી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે અને તારીખ 31 ના મંગળવારના રોજ સમગ્ર જામનગર શહેરમાં કોરોના સુરક્ષાચક્ર સુનિશ્ચિત કરવા ખાસ મેગા વેક્સિનેશન ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોવિશિલ્ડ વેક્સિન આપવામા આવી હતી.

કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો હોય અને 84 દિવસ પૂર્ણ થઈ ગયા હોય તેવા લોકોને બીજો ડોઝ આપવા માટે ખાસ ડ્રાઈવ યોજવામા આવીહતી. બીજા ડોઝ માટે શહેરના 34 કેંદ્રો પર રસીકરણની વ્યવસ્થા કરવામા આવી હતી. મેગા ડ્રાઈવ માટે રાજ્ય સરકાર દ્વારા જામનગર મહાનગરપાલિકા ને એક જ દિવસમાં 11 હજાર ડોઝનીફાળવણી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...