તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:જામનગરમાં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ માટે મેગા કેમ્પ યોજાયો

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ

જામનગર મહાનગરપાલિકા તથા નીલકંઠનગર આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે વ્રજભૂષણ વિદ્યાલય ખાતે વિસ્તારના 400 થી વધુ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેનો નિ:શુલ્ક મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વિસ્તારના સિનિયર સિટીઝન અને 45 વર્ષથી વધુના કોમોર્બીડીટી ધરાવતા લોકોને રસી આપવા માટેના કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. હાલમાં ફરીથી બીજા વેવમાં ભારત અને આપણા ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી એ આપણા માટે આ રોગ સામે લડતના હથિયાર સમાન છે.

ત્યારે વધુમાં વધુ લોકો આ રસી લઇ અને સુરક્ષિત બને તે માટે જામનગરના વ્રજભૂષણ વિદ્યાલય ખાતે 400 થી વધુ લોકોના રજિસ્ટ્રેશન સાથેનો આ મેગા વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે. વળી, વધુને વધુ નાગરિકો આ જ પ્રકારે જાગૃત બની તત્કાલ રસી લઇ પોતે, પોતાના પરિવાર અને સમગ્ર જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપે તેમ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, વોર્ડના કોર્પોરેટરહર્ષાબા જાડેજા, જયંતીભાઈ ગોહિલ, શોભનાબેન પઠાણ, ગીતાબા જાડેજા, પાર્થભાઈ કોટડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો