તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:કોરોનાને કાબૂમાં લેવા જામરાવલમાં સોશિયલ ડિસ્ટન્સ વિનાની મિટિંગ મળી

જામ રાવલ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
માસ્ક પહેરેલા છે, પણ અંતર જળવાતું નથી ! - Divya Bhaskar
માસ્ક પહેરેલા છે, પણ અંતર જળવાતું નથી !
 • પાલિકાના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં મામલતદારની પણ હાજરી

જામરાવલ નગરપાલિકામાં બેકાબુ બનતા કોરોના અંગે મીટીંગનંુ આયોજન રાવલ પાલિકાના સભા ખંડ મા કરવામાં આવ્યું હતું. જો કે, આ મિટિંગમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર લોકો એકત્ર થયા હોવાનું નજરે પડ્યું હતું.

રાવલ પાલિકામાં મામલતદાર અને રાવલ આઉટપોસ્ટના પી.એસ.આઈ. પાલિકા પ્રમુખ વેપારી એસોસિઅેશન પ્રમુખની હાજરીમાં બોલાવાઈ હતી. જે મિટિંગમાં ઉપિસ્થિત સૌ કોઈ એટલા બધા વ્યસ્ત હતા કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું ભાન ભુલી ગયા હતા .

પાલિકા સભા ખંડમાં યોજાઇ આ મિટીંગમાં લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડેલા જોવા મળ્યા હતા જે વેળાએ મિટિંગ કોરોનાને અટકાવવા માટે બોલાવવામાં આવી હોવાનું મૂળ હેતુ પર જાણે વિસરાઈ ગયો હોવાનું ચિત્ર ઉપસ્યું હતું.

આ મિટીંગમાં મામલતદાર અને પીએસઆઈની હાજરીમાં સરેઆમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. પાલિકા સભા ખંડમાં લોકો સમાતા ન હતા, લોકો ટોળા વળીને ઉભા હતા. છેલ્લા કેટલાક સમયથી વકરી રહેલી કોરોનાની મહામારીને અટકાવવા જરૂરી નિર્ણય લેવાના ઉદ્દેશ સાથે યોજાયેલી ઉપરોકત મિટિંગમાં જ સામાજિક અંતરનું ભાન ભૂલાયું હોવાની ચર્ચા ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો