10 માંગણીઓ સ્વિકૃત:હાલારમાં પત્રકાર એકતા પરિષદની નવી કારોબારીની રચના માટે બેઠક મળી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્રકારોની 14 પૈકી 10 માંગણીઓ સરકાર દ્વારા સ્વિકૃત કરાઇ

જામનગર તથા દેવભૂમી દ્વારકા જિલ્લામાં પત્રકાર એકતા પરિષદની નવી કારોબારીની રચના કરવા માટે સર્કિટ હાઉસમાં બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પત્રકારોની વર્ષો જુની માગણીઓને શાશક પક્ષના પ્રદેશ અધ્યક્ષ સાથે વાતાઘાટો મારફત રજુ કરાયેલ 14માગણીઓ પૈકી ની 10માગણીઓ સરકાર દ્વારા સ્વિકૃત કરવામાં આવી છે અને બાકીની માગણીઓ પ્રગતિમાં રાખવામાં આવી છે. તેમ જણાવી હાજર પત્રકારોને પત્રકાર એકતા પરિષદના મુખ્ય કાર્યો અને સિધ્ધિઓ ચર્ચા કરવામાં આવી હતી.

જામનગર તથા દેવભૂમી દ્વારકા જિલ્લા માં પત્રકાર એકતા પરિષદની નવી કારોબારીની રચના કરવા માટે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ પ્રભારી ગૌરાંગ ભાઈના નેતૃત્વમાંસર્કિટ હાઉસમાં બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઇ પંડ્યાએ જણાવ્યુ હતું કે પત્રકારોની વર્ષો જુની માગણીઓને પણ પ્રાધન્ય આપી સરકાર સાથે સંકલન કરી અને વષોથી પત્રકારોને મળતા અને બંધ થયેલા લાભો પરત મેળવવા અને પત્રકાર સુરક્ષા કાનુન લાગુ કરાવવા માટે પત્રકાર એકતા પરિષદના ડેલિગેશન સાથે શાશક પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે વાતાઘાટ મારફત રજુ કરી 14 ,માગણીઓ પૈકી ની 10માગણીઓ સરકાર દ્વારા સ્વિકૃત કરવામાં આવી છે અને બાકીની માગણીઓ પ્રગતિમાં રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...