બેઠક:ઢીચડા-ગુલાબનગર બાયપાસ રોડના કામ અંગે સર્કિટ હાઉસમાં બેઠક યોજાઇ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિમંત્રીએ બેઠકમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે રોડના કામ અંગે ચર્ચા કરી

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસમાં ઢીચડા-ગુલાબનગર બાયપાસ રોડના વિકાસ બાબતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ઉપસ્થિત રહેલ મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કટારમલ, જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી-જાડા તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓએ મંત્રી સાથે ઢીચડા-ગુલાબનગર સાઈડ બાયપાસના વિકાસ કામ બાબતે ચર્ચા કરી હતી અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

અધિકારીઓએ મંત્રી સમક્ષ ઉપરોક્ત માર્ગ દરિયાઈ પટ્ટી નજીકનો માર્ગ હોય તેમજ જમીન ક્ષાર વાળી હોય આ રોડ ડામરના બદલે સી.સી.રોડ બનાવવા તેમજ ગ્રાન્ટની રકમમાં વધારો કરી આપવા મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી, જે પરત્વે મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને સત્વરે કામ પૂર્ણ થાય તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...