મિટીંગ:ડીકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓની મિટીંગ યોજાઇ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ પોતાના જુના મિત્રોને મળ્યા : મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહયા

જામનગરની ડીકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં એનએએસી અનુસંધાને તા. 16ના ભૂતપૂર્વ છાત્રો, વાલીઓની મિટીંગ યોજાઇ હતી. એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગરના ડો. એન.ટી. ચોટલીયાએ એનઅેએસી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કોલેજના આચાર્ય ડો. આર.યુ. પુરોહિતે કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓનું અભિવાદન કર્યુ હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ પોતાના જુના મિત્રોને મળ્યા હતાં અને અભ્યાસકાળની સ્મૃતિ તાજી કરી હતી. વિદ્યાર્થીઓના વાલીઓએ કોલેજના અભ્યાસની સાથે થતી એનસીસી, એનએસએસ, રમતગમત અને સંસ્કૃતિત પ્રવૃતિઓની સરહના કરી હતી. આ બન્ને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...