ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો:જામનગરમાં સગા ભાઈની હત્યાનો પ્રયાસ કરનારને પોલીસે ઝડપી પાડ્યો, નજીવી બાબતે છરીથી હુમલો કર્યો હતો

જામનગરએક દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં તાજેતરમાં સગા ભાઈએ ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. આરોપી પોતાના ભાઈ અને માતાને સાથે ઘરમાં રાખવા માગતો ન હોવાથી હુમલો કર્યો હતો. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત ભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.
છરીના ત્રણ ઘા મારી જીવલેણ હુમલો કર્યો
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, જામનગર શહેરના સિદ્ધાર્થનગર -1 વુલમીન ફાટક પાસે રહેતા શૈલેષભાઈ તેજાભાઈ સાગઠિયા ઉપર ગઈકાલે સાંજના અરસામાં તેના જ સગા ભાઈ સવજીભાઈ તેજાભાઈ સાગઠિયા એ છરીના ત્રણ ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો.
ભાઈ અને માતાને સાથે ઘરમાં રાખવા માગતો ન હતો
​​​​​​​
આ બનાવની જાણ થતાં જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તુરત જ શૈલેષને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે શૈલેષ દ્વાર પોતાના સગાભાઈ એવા હુમલાખોર સવજી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે હત્યાના પ્રયાસની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપી પોતાના ઝુંપડામાં ભાઈ અને માતાને સાથે રહેવા દેવા માંગતો ન હતો, જે મુદ્દે આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...