કાર્યવાહી:જામનગરમાં જુદી જુદી જગ્યાએથી 6 મોબાઈલ ચોરી કરનાર શખસ ઝબ્બે

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપીને ગાંધીનગર બ્રુક બોન્ડના ગ્રાઉન્ડમાંથી પકડી પાડ્યો

જામનગરમાં છેલ્લા એક મહિનામાં જુદી જુદી જગ્યાએથી મોબાઇની ચોરી થવા પામી હતી. આ ચોરીમાં સંડોવાયેલ વુલનમીલ પાસેના બાવરીવાસમાં રહેતો મહેન્દ્ર શુકલભાઇ વઢિયાર નામનો શખ્સ બ્રુક બોન્ડ ગ્રાઉન્ડમાં ચોરી કરેલા મોબાઇલ સાથે ઉભો હતો ત્યારે એલસીબીએ તેને પકડી લીધો હતો.

આ શખસના કબ્જામાંથી રૂા.67,000 ની કિંમતના પાંચ મોબાઇલ કબ્જે કર્યા હતાં. આ મોબાઇલ ગોકુલનગર પાણાખાણ, તિરૂપતિ સોસાયટીમાં પાર્ક કરાયેલ એક એક્સેસમાંથી, એકાદ મહિના પહેલાં ખોડિયાર કોલોની શાક માર્કેટ પાસે એક રીક્ષામાંથી અને બાર દિવસ પૂર્વે ગાંધીનગરમાં આવેલ એક ઇલેકટ્રીક દુકાનમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...