તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રખડતા ઢોરનો આતંક:જામનગરના હાપા વિસ્તારમાં રખડતા ઢોર ભુરાયા થતા લોકોમાં નાસભાગ મચી, એક વ્યકિતને અડફેટે લેતા ઈજાગ્રસ્ત

જામનગરએક મહિનો પહેલા
  • ઢોરના આતંકનો બનાવ સીસીટીવીમાં કેદ થયો

જામનગર શહેરમાં રખડતા પશુઓનો આતંક નવી વાત નથી રહી. શહેરના હાપા વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં રખડતા પશુઓ ભુરાયા થતા સ્થાનિક લોકોમાં નાસભાગ મચી હતી. એક વ્યકિતને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયો હતો તો અન્ય લોકોનો માંડમાંડ બચાવ થયો હતો.

ચાર લોકોનો ચમત્કારિક બચાવ થયો
ચાર લોકોનો ચમત્કારિક બચાવ થયો

હાપા વિસ્તારની સોસાયટીનો બનાવ
શહેરના હાપા વિસ્તારમાં આવેલી રેસિડેન્ટ સોસાયટીમાં રાત્રિના સમયે કેટલાક લોકો પોતાના ઘર પાસે ખુરશી રાખી બેઠા હતા ત્યારે જ શેરીમાં ત્રણ રખડતા પશુઓ દોડી આવ્યા હતા. શેરીમાં રહેલા લોકો કંઈ સમજે અને સલામત સ્થળે જાય તે પહેલા જ પશુઓએ એક વ્યકિતને અડફેટે લીધો હતો. તો અન્ય લોકો માંડ માંડ બચ્યા હતા. પશુઓના આતંકની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

જામનગરમાં શહેરમાં રખડતા પશુઓની વર્ષો જૂની સમસ્યા
જામનગર શહેરમાં રખડતા પશુઓની સમસ્યા નવી નવી વાત નથી. મનપા દ્વારા રખડતા પશુઓ પકડવા માટે અલગ વિભાગ રાખ્યો હોવા છતા અને લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતા શહેરીજનોને આ સમસ્યામાંથી છુટકારો નથી મળી રહ્યો.જાહેર રસ્તા પર પશુઓના અડીંગાના કારણે અનેકવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે.

વલસાડમાં આખલાએ વાહનચાલક મહિલાને અડફેટે લીધી હતી
વલસાડમાં આખલાએ વાહનચાલક મહિલાને અડફેટે લીધી હતી

વલસાડમાં પણ શનિવારે આખલાનો આતંક જોવા મળ્યો હતો
શનિવારે સાંજે વલસાડ શહેરના કોસંબા થી આઝાદ ચોક તરફ જતી એક મોપેડ ચાલક મહિલાને સામેથી આવતા એક આખલાએએ અડફેટે લઈ ચાલુ બાઈક ઉપરથી પછાડી દીધી હતી. અચાનક વાહનોથી ધમધમતા રોડ ઉપર પશુધન દોડી આવતા વાહનચાલકો અચંબામાં મુકાયા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત વાહનચાલક મહિલા ને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટના નજીકમાં આવેલી એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...