તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જોડિયા નજીક બાદનપરના પાટીયા પાસે ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો, રૂ.3.94 લાખના દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી દારૂની હેરાફેરી કરતી કારમાંથી દારૂની 168 બોટલ મળી

જામનગરના જોડીયા પંથકમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કાર બાદનપર નજીકથી નીકળતા પોલીસે ઝડપી લીધી હતી. તેમાંથી દારૂની 168 બોટલો મળી આવી હતી. જે કુલ કિંમત રૂ.3.94 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. અને અન્ય એક શખ્સનું નામ પણ ખૂલ્યું હતું. જેની તપાસ કરાઇ રહી છે.

વનરાજસિંહ જાડેજાનું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો

જામનગર તાલુકાના બાદનપર ગામના પાટિયા પાસેથી વિદેશી દારૂની ભરેલી કાર નીકળવાની ચોક્કસ બાતમીના આધારે પી.એસ.આઇ બીપી ચુડાસમા અને નિલેશભાઈ અઘેરા તેમજ વિક્રમભાઈ બકુત્રા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

જ્યારે ચોક્કસ બાતમી આધારે હોન્ડા સિટી કારને આંતરી લીધી હતી. તેની તપાસ અને ચેક કરતા તેમાંથી કિંમત રૂપિયા 84 હજારની ઈંગ્લીશ દારૂની 168 બોટલો મળી આવી હતી. જે પોલીસે કબજે કરી હતી અને કાર ચાલક નયનકુમાર જેંતીલાલ સુરેશ ધોરેચાને ઝડપી લીધો હતો. અને તેના કબજામાંથી મોબાઇલ ફોન અને કાર મળીને કુલ કિંમત રૂ.3.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેની પૂછપરછ કરતાં જામનગરના તરફથી વનરાજસિંહ જાડેજાનું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ આદરી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...