કાર્યવાહી:આમરામાં 177 બોટલ દારૂ સાથે શખસ પકડાયો

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરના શખસે દારૂ મંગાવ્યો હોવાનું ખૂલતા તેની શોધખોળ હાથ ધરાઈ

જામનગર તાલુકાના આમરા ગામે દારૂનો જંગી જથ્થો ઉતર્યો હોવાની પરથી પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન આમરા ગામની સીમમાં આવેલ વાડીએ સંગ્રહેલ 177 બોટલ ઇંગ્લીશ દારૂ અને 24 ડબલા બિયરના સહિત 73000 થી વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો. જેને પગલે પોલીસે વાડી માલિકની અટકાયત કરી આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર આમરા ગામે આવેલ પીરની દરગાહ સામેના રસ્તા ઉપર આવેલ પ્રવિણ ધનાભાઇ પરમાર (રહે. ભમરિયા વિસ્તાર, આમરા) નામના આધેડની વાડીમાં દારૂનું વેચાણ થતું હોવાની એલસીબી પોલીસ સ્ટાફને બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં દરોડા દરમિયાન રૂા.70800 ની કિંમતનો 177 બોટલ ઇંગ્લીશ દારૂનો જથ્થો તથા રૂા.2400 ની કિંમતના 24 ટીન મળી કુલ રૂા.73200 નો જથ્થો ઝડપાયો હતો.

જેને લઇને પોલીસે આરોપી પ્રવિણ ધના પરમારને દબોચી લઇ તેની વધુ પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો જામનગરના શખસ મામુ દરબાર નામના શખસ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત આપી હતી. જેને લઇને પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ સિક્કા પોલીસ મથકમાં ગુન્હો નોંધી અન્ય આરોપી મામુને ફરારી જાહેર કરી તેને દબોચી લેવા તપાસનો ધમધમાટ આદર્યો છે.

અન્ય સમાચારો પણ છે...