ક્રાઇમ:શહેરના ખંભાળિયા નાકા પાસે IPLનો જુગાર વેબસાઇટ પર રમી રહેલ શખસ ઝડપાયો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘાંચીવાડમાં જાંબુડી મસ્જિદ પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા 4 ઝડપાયા

જામનગર શહેરના ખંભાળિયા નાકા પાસે તેમજ ઘાંચીવાડમાં જુગારના બે દરોડામાં પોલીસે પાંચ શખસોને 7 હજાર ઉપરાંતના રોકડ સાથે પકડી પાડયા હતાં અને પોલીસે ગુનો દાખલ કર્યો છે. જામનગરના ઘાંચીવાડ જાંબુડી મસ્જીદ પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા સમીર શકીલ ચૌહાણ, અબજલ હુશેન કુરેશી, અસરફ મામદ ખફી અને હસન યુનુસ નાલબનને પોલીસે રોકડ રૂા. 5220 સાથે પકડી ગુનો દાખલ કર્યો છે. જયારે ખંભાળિયા નાકા શકિત હોટલ પાસે આઇપીએલના મેચ પર જાહેરમાં જુગાર રમતા કરણ કૌશીક આશરને પોલીસે રોકડ રૂા. 1800 તથા મોબાઇલ ફોન મળી કુલ રૂા. 2800ના મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે. આ દરોડા દરમિયાન હીરા ઉર્ફે ડાયમડ નાશી છુટવામાં સફળ રહયો હતો.

અન્ય સમાચારો પણ છે...