ધરપકડ:જામનગરમાં 20-20 મેચ પર સટ્ટો ખેલતો શખ્સ ઝડપાયાે

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોકડ સહિત રૂ.52 હજારની મતા કબજે, બેના નામ ખૂલ્યા

જામનગરમાં કૃષ્ણનગરવિસ્તારમાં રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડી ટવેન્ટી ટવેન્ટી ક્રીકેટ ટુર્નામેન્ટના મેચ પર સટ્ટો રમતા એક શખ્સને દબોચી લીઘો હતો.પોલીસે રોકડ,મોબાઇલ અને બાઇક સહિત રૂ.52 હજારનો મુદામાલ કબજે કર્યો છે જયારે આ સટ્ટા પ્રકરણમાં વધુ બે શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જામનગરમાં રાજકોટ રેન્જ પોલીસની ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ટીમના સંદિપસીંહ ઝાલા,કમલેશભાઇ રબારી અને મિતેશભાઇ પટેલ સહિતના સ્ટાફને કૃષ્ણનગર શેરી નં.3 વિસ્તારમાં બીબીએલ ટવેન્ટી ટવેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટના મેચ ઉપર સટ્ટો રમાતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટુકડી ધસી જતા એક શખ્સ સટ્ટાનો જુગાર રમતા માલુમ પડયો હતો.

આથી પોલીસે ત્યાંથી રવિ ઓઘવજીભાઇ હિરપરાને પકડી પાડી રૂ. 12,500ની રોકડ,મોબાઇલ અને એક બાઇક સહિત રૂ.52,500ની માલમતા કબજે કરી હતી.પ્રાથમિક પોલીસ તપાસમાં સટ્ટા પ્રકરણમાં સિંકદર અને કલ્પેશ નામના બે શખ્સોના નામ ખુલતા પોલીસે બંને શખ્સોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...