કાર્યવાહી:શહેરમાં ચાંદીના 16 છત્તર સાથે લાલપુરનો શખસ ઝબ્બે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શંકાસ્પદ હિલચાલ કરતા LCBએ પકડી પાડ્યો

જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં શંકાસ્પદ રીતે ચાંદીના નાના મોટા 16 નંગ છત્તર લઈને નીકળેલા લાલપુરના શખસને એલસીબીએ પકડી પાડી કાર્યવાહી માટે સિટી-એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે.

જામનગર શહેરના ચાંદી બજારમાં શંકાસ્પદ રીતે હિલચાલ કરી રહેલા પ્રવીણ લખમણભાઈ પરમાર (રહે. લાલપુર મેઈન બજાર)ને એલસીબીના માંડણભાઈ વસરા તથા વનરાજભાઈ મકવાણાએ પકડી તેની તપાસણી કરતા તેની પાસેથી નાના મોટા ચાંદીના છત્તર નંગ 16, વજન 358 ગ્રામ રૂા.14 હજારની કિંમતના મળી આવતા તે અંગેનો ખુલાસો કરી ન શકતા તેને શક પડતી મિલકત તરીકે ગણી સિટી-એ ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...