સઘન પૂછતાછ:જામજોધપુરથી સાડા દસ કિલો ગાંજો લઈ જતો શખસ ભાણવડ પાસે પકડાયો

ખંભાળીયા, જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિના ગાઢ અંધકારમાં નશીલા પદાર્થની સ્કુટરમાં હેરાફેરી પકડાઈ
  • જામજોધપુરમાં રહેતો મૂળ કામરેજના શખસને દબોચી લેવાયો, 1.04 લાખનો ગાંજો, સ્કૂટર કબજે

દેવભુમિ દ્રારકા જિલ્લાના ભાણવડ પંથકના ત્રણ પાટીયા પાસેથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે મોડી રાત્રે સ્કુટર પર માદક પદાર્થ ગાંજાના 10 કિલો 460 ગ્રામ જથ્થા સાથે સુરતના વતની હાલ જામજોધપુર રહેતા શખ્સને દબોચી લીઘો હતો.જિલ્લાના હાલ સુધીનો સૌથી વધુ માદક પદાર્થનો જથ્થો કયાંથી લવાયો છે? કોને આપવાનો છે? સહિતની બાબતોનો તાગ મેળવવા પોલીસે સધન તપાસ હાથ ધરી છે.

દેવભુમિ દ્રારકાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટુકડીને ભાણવડ પાસે ત્રણ પાટીયા નજીક જામજોધપુરથી ગાંજાનો માતબર જથ્થો એક સ્કુટર પર લાવવામાં આવી રહયો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ કાફલાએ ત્વરીત ધસી જઇ વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક કાળા કલરના સ્કુટરને રોકી લઇને તેની તલાશી લીઘી હતી જે વેળા ચુનાના બાચકામાંથી માદક પદાર્થનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે રૂ.1,04,640ની કિંમતના ગાંજાનો 10 કિલો 464 ગ્રામ જથ્થો કબજે કરી સુરતના કામરેજ પંથકના મુળ વતની હાલ જામજોધપુરના ખરાવડ પ્લોટ વિસ્તારમાં રહેતા બટુક ઉર્ફે બુઢ્ઢાભાઇ કમાભાઇ પરમારને પકડી પાડયો હતો. પોલીસે ગાંજાનો જથ્થો ઉપરાંત સ્કુટર સહિત રૂ.1,46 લાખનો મુદામાલ કબજે કરી તેની વિરુધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલો આરોપી ડ્રાઇવિંગના કામ સાથે સંકળાયેલો હોવાનુ પોલીસે જણાવ્યુ છે.જયારે ગાંજાનો જથ્થો કયાંથી લવાયો છે? કોને આપવાનો છે? અન્ય કોણ કોણ સંડોવાયુ છે? સહિતની બાબતોનો તાગ મેળવવા માટે પોલીસે આરોપીની સધન પુછતાછ સાથે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...