• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • A Major Bridge Will Be Constructed At A Cost Of More Than Rs.7 Crore On Nagamati River Near Mokhana In Jamnagar And At Sumri Village.

કૃષીમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું:જામનગરના મોખણા પાસે નાગમતી નદી પર અને સુમરી ગામે રૂ.7 કરોડથી વધુના ખર્ચે મેજર બ્રિજ નિર્માણ પામશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લાના મોખાણા અને સુમરી ગામે મેજર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોખાણા ગામે નાગમતી નદી પર રૂ. 4 કરોડના ખર્ચે 12 મીટરના 11 ગાળાનો મેજર બ્રિજ બનાવવામાં આવશે. જેની લંબાઈ 132 મીટર રહેશે. તેમજ મોટી ભલસાણ સુમરી રોડ પર રૂ.3 કરોડ 63 લાખથી વધુના ખર્ચે 12 મીટરના 10 ગાળાનો મેજર બ્રિજ નિર્માણ પામશે.

મેજર બ્રિજનું નિર્માણ થતાં હજારો લોકોને લાભ મળશેઃ કૃષિમંત્રી રાઘવજી પટેલ

આ ખાતમુહૂર્ત પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મોખાણા, હર્ષદપૂર, નાઘુના, મોટી ભલસાણ, સુમરી, વાગડિયા તેમજ આજુબાજુના 15 ગામોને જિલ્લા મથક સાથે જોડતો ખૂબજ અગત્યનો રસ્તો છે. મોખાણા ગામ પાસે આવેલી નાગમતી નદી પરના હયાત બેઠા કોઝવેની જગ્યાએ મેજર બ્રિજનું નિર્માણ થતાં હજારો લોકોને લાભ મળશે. સુમરી ભલસાણ રોડ પર બ્રિજનું નિર્માણ થવાથી લોકોને ચોમાસાના સમય દરમિયાન અવર જવર કરવામાં અનુકૂળતા રહેશે. જામનગર જિલ્લાના ગામડાંઓ શહેરથી જોડાય અને ખેડૂતો તેમજ ગામડાના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે લક્ષ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર કામગીરી કરી રહી છે. જેના પરિણામે છેવડાના ગામડાઓ સુધી વિકાસના ફળ પહોંચ્યા છે અને લોકોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે. આ તકે મંત્રી દ્વારા ગ્રામજનોને અભિનંદન પાઠવવામા આવ્યા હતા. તેમજ લોકોએ મંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો.

બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા
આ કાર્યક્રમમાં કાર્યપાલક ઇજનેર કટારમલ, તાલુકા પંચાયતના સદસ્ય કેશુ, સરપંચ રામ છૈયા, અનિલ જાટીયા, મુકેશ, બકુલસિંહ જાડેજા, ભોલા વસરા, નરસી, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...