તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:વિધવા અને યુવાન વચ્ચે પ્રેમ સ્ફુર્યો, યુવકના પરિજનોને જાણ થતા વિધવાના ઘર પર જઈ મારામારી કરતા પોલીસ ફરિયાદ

જામનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2 મહિલા સહિત ચાર વ્યકિત સામે પોલીસ ફરિયાદ

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા એવી એક વિધવા મહિલાનેને યુવાન સાથે પ્રેમ થઈ ગયા બાદ બંને લગ્ન કરે તે પૂર્વે યુવાનના પરિવારજનોને ખબર પડી ગઈ, પછી યુવાનના પરિવારે તેણીના ઘરે જઈ તેણીને માર મારી ધાક ધમકી આપી ઇજા પહોંચાડી હતી. તેણીએ સારવાર લઈ બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત મુજબ, જામનગરમાં શંકરટેકરી, સુભાષપરા વિસ્તારમાં રહેતા એક રમાબેન (નામ બદલાવેલ છે) નામના વિધવા મહિલાને હિરેન નરેન્દ્રભાઈ નાખવાના પરિવારના કિશનભાઈ અરવિંદભાઈ નાખવા તથા પુજાબેન કિશનભાઈ નાખવા રહે.શંકરટેકરી, સુભાષપરા, શેરી નં.-૧, સુખાભાઈની પાનની દુકાનની બાજુમા, જામનગર તથા સુરેશભાઈ કનખરા તથા માયાબેન સુરેશભાઈ કનખરા રહે. બંને દિ.પ્લોટ-૪૯ રોડ, આશાપુરા માતાજીના મંદીરની પાસે, જામનગર વાળા શખ્સોએ ગઈ કાલે ઘરે આવી બોલાચાલી કરી હતી.

તમામે ઢીકાપાટુનો માર મારી તથા આરોપી સુરેશભાઈ એ મુંઠથી માર મારી મુઢ ઇજા કરી તથા આરોપી માયાબેન એ લાકડાના ધોકાથી માર મારી ડાબા પગમા ઘુંટી પાસે એક ઘા મારી મુઢ ઇજા પહોંચાડી હતી.

એક તેર વર્ષની પુત્રી અને નવ વર્ષનો પુત્ર એમ બે સંતાન ધરાવતી મહિલાના પતિનું ચારેક વર્ષ પૂર્વે અવસાન થયું છે. ત્યારબાદ એક વર્ષ પહેલાં તેણીને હિરેન સાથે પ્રેમ સંબંધ બંધાયો હોવાનું અને બંને લગ્ન કરવાના હોવાનું તેણીએ પોલીસમાં નિવેદન આપી, યુવાનના પરિવારજનોને આ સંબંધ પસંદ ન પડતા હુમલો કરી ધાક ધમકી આપી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો