તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભૂમાફિયા જયેશ પટેલને લંડન કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટે 28 દિવસ સુધી કસ્ટડી લંબાવી

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લંડનમાં ધરપકડ કરાયા બાદ જયેશ પટેલને કોર્ટમાં રજૂ કરાયો, બોગસ પાસપોર્ટ મામલે જયેશ પટેલ સામે કાર્યવાહી
 • જયેશ સામે નોંધાયા છે 45 કરતા વધુ ગુનાઈન્ટરપોલની રેડકોર્નર નોટિસ બાદ લંડનમાંથી થઈ હતી ધરપકડ

જામનગરના નામાંકિત વકીલ કિરીટ જોશીની હત્યા સહિત અન્ય 45 જેટલા ગંભીર ગુનાઓમાં ફરાર જયેશ પટેલની લંડનમાંથી થોડા દિવસ પૂર્વે ધરપકડ કરાયા બાદ બુધવારે તેને લંડની કોર્ટમાં રજૂ કરાયો હતો. જયેશ પટેલ કોર્ટની કાર્યવાહી સમજી શકે તે માટે હિન્દી દુભાષિયાની મદદ લેવામા આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

જમીન માફિયા જયેશ પટેલનો અસલી પાસપોર્ટ જામનગર કોર્ટમાં જમા છે. તે બોગસ પાસપોર્ટના આધારે લંડન પહોંચ્યો હોવાનો ખુલાસો થયો છે. હાલ જયેશ પટેલ સામે લંડન માં બોગસ પાસપોર્ટ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ધારા હેઠળ ત્યાંની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જયેશ પટેલને ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે.

જયેશ સામે 45 કરતા વધુ ગુનાભૂમાફિયા જયેશ પટેલ સામે જામનગર સહિત ગુજરાત અને મહારાષ્ટ્રમાં હત્યા, ધમકી, ખંડણી, જમીન પચાવી પાડવી જેવા 45 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. નામાંકિત વકીલ કિરીટ જોશીની હત્યા માટે જયેશ પટેલે 3 કરોડની ખંડણી આપી હોવાનો ખુલાસો પણ થયો છે.

જયેશની લંડનમાં, સાગરિતોની ભારતમાં ધરપકડવકીલ કિરીટ જોશીની હત્યા મામલે જયેશ પટેલની લંડનમાં ધરપકડ કરવામા આવી છે. તો તેના ત્રણ સાગરિતની કલકત્તાથી ધરપકડ કરવામા આવી હતી. હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અને જયંત ગઢવી નામના ત્રણેય શખ્સોની ધરપકડ કરાયા બાદ જામનગર પોલીસે હાલ ત્રણેયને 12 દિવસના રિમાન્ડ પર લીધા છે. ત્રણેય ભાડુતી મારાઓ વકીલ કિરીટ જોશીની હત્યા નિપજાવ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ચાર દેશ અને સાત રાજ્યોમાં ભાગતા ફરતા હોવાનો ખુલાસો થયો છે.

વિદેશની કોર્ટમાં કાનૂની જંગ શરૂ : જયેશ પટેલ દુભાષિયાની મદદથી કોર્ટની કાર્યવાહી સમજતો જતો હતો અને જવાબો આપતો જતો હતો
જામનગરના ભૂ-માફિયા જયેશ પટેલને બેલમાર્સ જેલમાં રખાયો

જામનગરના ભૂ-માફિયા જયેશ પટેલની લંડનમાંથી ધરપકડ થયા બાદ તેના પ્રત્યાર્પણ માટેનો કાનૂની જંગ વિદેશની ધરતી પર શરૂ થઈ ગયો છે. જયેશ પટેલને લંડનની વેસ્ટ મીન્સ્ટર કોર્ટમાં વીડિયો લીંકિંગ દ્વારા બેલમાર્સ જેલમાંથી રજૂ કરવામાં આવ્યો ત્યારે તેને એક હિન્દીનો દુભાષિયો પૂરો પાડવામાં આવ્યો હતો જે જયેશ પટેલને કોર્ટની કાર્યવાહી સમજાવતો હતો તેમજ જયેશ પટેલના જવાબો કોર્ટને આપતો હતો.

જયેશ પટેલ પાસેથી નકલી દસ્તાવેજો અને બેંક કાર્ડ મળ્યા"
બુધવારની લંડનની કોર્ટની સુનાવણી દ્વારા કોર્ટમાં એવો પણ ઘટસ્ફોટ થયો હતો કે, જ્યારે જયેશ પટેલની ધરપકડ સાઉથ લંડનમાંથી કરવામાં આવી ત્યારે તેની પાસેથી નકલી ઓળખના દસ્તાવેજો અને બેંક કાર્ડો મળી આવ્યા હતા. આ ઉપરાંત જયેશ પટેલના કોઈ સગા બ્રિટનમાં રહેતા નથી તેમજ તેની પત્ની ભારતમાં રહે છે. એટલે જયેશ પટેલ લંડનમાં પોતાની રીતે એકલો જ રહે છે તે કોર્ટમાં પ્રસ્તુત થયું હતું.

કિરીટ જોષી હત્યા કેસમાં 3 કરોડની સોપારીનો પણ ખૂલાસો
​​​​​​​લંડન કોર્ટમાં ભારતીય ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ડિસ્ટ્રીક્ટ જજને જણાવ્યું હતું કે, ભારતમાં જયેશ પટેલે ષડયંત્ર રચીને કોન્ટ્રાક્ટ કિલરને સોપારી 3 કરોડની આપી હતી જે અમેરિકન ડોલર મુજબ 4,13,287 રૂપિયા થાય તેની સોપારી આપી વકીલ કિરીટ જોષીની એપ્રિલ 2018માં હત્યા કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બંને શૂટરો સહિત 3ને જામનગર પોલીસે ઝડપી પાડ્યા છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો