જનજાગૃતિ કાર્યક્રમ:જામનગરમાં વ્યાજખોરીનું દૂષણ અટકાવવા આવતીકાલે 22 પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાશે

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા વ્યાજખોરીનું દૂષણ અટકાવવા અભિયાન ચલાવાઈ રહ્યું છે. જેના ભાગરૂપે જામનગર પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન થઈ રહ્યું છે. જામનગર જિલ્લાના 22 પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરાયું છે.

જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના નેજા હેઠળ જામનગર પોલીસ દ્વારા વ્યાજખોરીનું દૂષણ અટકાવવા ચાલતા અભિયાન અંતર્ગત લોક દરબારનું આયોજન કરાયું છે. લોકોમાં જાગૃત્તિ કેળવવા તથા વ્યાજખોરી અંગે લોકોની ફરિયાદ સાંભળી ગેરકાયદેસર વ્યાજખોરી કરતા શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી, પ્રજા વ્યાજખોરીના ચુંગલમાં ન ફસાય તેમજ લોન અંગેની વિસ્તૃત જાણકારી આપી આવતીકાલે સવારે 11થી 1 દરમિયાન જામનગર જિલ્લામાં 22 પોલીસ સ્ટેશને લોક દરબાર યોજાશે. સિટી એ પોલીસ સ્ટેશને જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં, બેડી મરીન ખાતે જામનગર શહેર નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં, સીક્કામાં જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં, પંચ એ પોલીસ સ્ટેશન ખાતે જામનગર ગ્રામ્ય સીપીઆઈ, જોડિયામાં ધ્રોલ સીપીઆઇ, મેઘપરમાં જામનગર એલસીબી પીઆઈ બેડી મરીનમાં જામનગર એસઓજી પીઆઈ, સિટી એ પોલીસ સ્ટેશનમાં સિટી એ પીઆઈ, સિટી બી પોલીસ સ્ટેશનમાં સિટી બી પીઆઈ, સિટી સીમાં સિટી સી પીઆઈ, જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જામજોધપુર પીઆઈ, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કાલાવડ ટાઉન પીઆઈ, બેડી મરીન પોલીસમાં બેડી મરીન પીએસઆઈ, વિજરખીમાં પંચ એ પીએસઆઈ, ચેલામાં પંચ બી પીએસઆઈ, મુંગણીમાં સિક્કા પીએસઆઇ, ધ્રોલમાં ધ્રોલ પીએસઆઈ, જોડિયામાં જોડિયા પીએસઆઈ, લાલપુરમાં લાલપુર પીએસઆઈ, કાનાલુસમાં મેઘપરના પીએસઆઈ, શેઠવડાળામાં શેઠવડાળાના પીએસઆઈ તથા નિકાવામાં કાલાવડ ગ્રામ્યના પીએસઆઇની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાશે

અન્ય સમાચારો પણ છે...