જામનગરમાં બહેનોનું ટેલેન્ટ બહાર આવે તે સૌપ્રથમ લાઈવ કેક બનાવવાની પ્રતિયોગીતા યોજાઈ હતી આયોજન જેમાં 23 બહેનોએ ભાગ લીધો હતો . જામનગરમાં રાજેશભાઈ તીર્થાણીએ જામનગરની બહેનો માટે ડ્રેસ ધ કેક નામની લાઈવ કેક બનાવવાની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે ખાસ ગૂગલ ફોર્મ બનાવવામાં આવ્યું હતું જેમાં ફક્ત બે જ દિવસમાં 35 બહેનો રજીસ્ટ્રેશન કર્યું હતું અને તેમાંથી 23 બહેનોને કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમાં બહેનો દ્વારા 500 ગ્રામની લાઈફ કેક બનાવવામાં આવી હતી.
જેમાં પ્રથમ સ્થાને નિરાલીબેન દિપેશભાઈ મંગે , દ્વિતીય સ્થાને પારુલ વિપુલભાઈ જોશી નૈનાબેન મોતીયાણી વિજેતા બન્યા હતા . આ કોમ્પિટિશનમાં જામનગર બીજેપી અધ્યક્ષ વિમલભાઈ કગથરા , બીજેપી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા તેમજ જ્ઞાનગંગા સ્કૂલના ચેરમેન વિમલભાઈ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.