તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:દરેડમાં ભાડાના કારખાનામાં દારૂના ધંધો માંડ્યો, પોલીસ ત્રાટકતા ભાગદોડ, કટીંગ ચાલતું હતું ત્યારે જ પોલીસ ત્રાટકી અને 170 બોટલ સાથે 2ને ઝડપી લીધા

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દારૂનો જથ્થો, કાર સહિત રૂ.4.95 લાખની મતા કબજે, આરોપી બેલડીની પુછતાછ

જામનગરની ભાગોળે દરેડ જીઆઇડીસી-3માં પંચ બી પોલીસે દરોડો પાડી ભાડાના કારખાનામાંથી દારૂની 170 બોટલ સાથે ભાડાધારક સહિત બે શખ્સોને દબોચી લીઘા હતા.દારૂના કટીંગ વેળા ત્રાટકેલી પોલીસે રૂ.85 હજારનો દારૂ,કાર અને બે મોબાઇલ સહિત રૂ.4.95 લાખનો મુદામાલ કબજે કરી પકડાયેલા બંને શખસોના કોવિડ પરીક્ષણ બાદ તેની અટકાયત કરવામાં આવી હતી. જેની સઘન પુછપરછ સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરના પંચ બી પોલીસ મથકના પીએસઆઇ જે.ડી.પરમાર અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો જે વેળાએ સ્ટાફના કરણસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિ઼હ ઝાલા સહિતની ટીમને દરેડ જીઆઇડીસી ફેસ-3ના એક ભાડાના કારખાનામાં દારૂનો જથ્થો રાખી તેના વેચાણ અર્થે દારૂનુ કટીંગ ચાલી રહયુ હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસ ટુકડીએ દરોડો પાડતા ત્યાંથી એક કાર અંદર તેમજ બહાર ઇંગ્લીશ દારૂની 170 બોટલનો માતબર જથ્થો મળી આવ્યો હતો.

જેથી પોલીસે ત્યાંથી ભાડાના કારખાના ધારક પૃથ્વીરાજસિંહ રામદેવસિંહ ચુડાસમા (રે.રણજીતનગર) અને નિલેશ ઉર્ફે નિલો હેમંતભાઇ ડાંગર(રે. કનસુમરા પાટીયા)ને પકડી પાડી દારૂનો જથ્થો ઉપરાંત કાર અને બે મોબાઇલ ફોન સહિત રૂ.4.95 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડાયેલા બંને શખ્સોના કોવિડ પરીક્ષણ બાદ બંનેની અટકાયત કરી સધન પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે. ઇંગ્લીશ દારૂના આ પ્રકરણમાં અન્ય કોઇ સંડોવાયુ છે કે કેમ? દારૂ કયાંથી લવાયો છે? કોને આપવાનો હતો? વગેરે તમામ બાબતોનો તાગ મેળવવા માટે પંચ બી પોલીસે તપાસનો ધમધમાથ હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો