તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • A Large Quantity Of Liquor Was Seized From A Farm Near Galla In Lalpur, Four Persons Including Bolero Were Nabbed With Rs 5.43 Crore.

ધરપકડ:લાલપુરના ગલ્લા નજીક વાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, ચાર શખ્સોને બોલેરો સહિત રૂ.5.43ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરાણાના પાટીયા નજીકથી 11 દારૂની બોટલ સાથે શખ્સ પકડાયો
  • મચ્છરનગરમાંથી એક શખ્સ પાંચ બોટલ દારૂ સાથે ઝડપાયો
  • નુરી ચોકડી પાસેથી દારૂની બે બોટલ સાથે એક શખ્સ ઝબ્બે

લાલપુર તાલુકાના ગલ્લા ગામના પાટીયા પાસે આવેલી વાડીમાં પોલીસે રેડ દરમિયાન તલાસી લેતા ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.2.10 લાખની કિંમતની 420 બોટલ દારૂ અને એક બોલેરો પીકઅપ વાન તથા ઓટો રીક્ષા અને બે મોબાઇલ સહિત રૂા.5.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોડિયા તાલુકાના મોરાણાના પાટીયા પાસેથી પોલીસે 11 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગર શહેરમાં મચ્છરનગર વિસ્તારમાંથી પસાર થતી કારને આંતરીને તલાસી લેતા એક શખ્સને બે હજારની કિંમતની પાંચ બોટલ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના નુરી ચોકડી પાસેથી પોલીસે બે બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મહમદ હબીબ ધુધાના ભોગવટાવાળી વાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો

લાલપુર તાલુકાના ગલ્લા ગામના પાટીયા નજીક આવેલી મહમદ હબીબ ધુધાના ભોગવટાવાળી વાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની પોલીસને જાણ થઇ હતી. જેમાં મંગળવારે સાંજના સમયે રેડ દરમિયાન તલાસી લેતા રૂ.2,10,000 ની કિંમતની દારૂની 420 બોટલો અને રૂ.2.50 લાખની જીજે-10-ટીએકસ-1615 નંબરનું બોલેરો પીકઅપ વાન તેમજ રૂ.80 હજારની કિંમતની જીજે-12-બીયુ-4158 નંબરની ઓટો રીક્ષા અને રૂા.3,500 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂ.5,43,500 ના મુદ્દામાલ સાથે મોહસીન મહમદ હનિફ સોનેજા, સબીર ઉર્ફે સબલો ઈબ્રાહિમ આંબલિયા, મહમદ હનિફ ધુધા અને દિપક સરગમ નામના ચાર શખ્સોને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

રૂ.5500 ની કિંમતની દારૂની 11 બોટલો મળી આવતા રાજદીપસિંહની અટકાયત

બીજો દરોડો, જોડિયા તાલુકાના મોરાણા ગામના પાટીયાથી બાલંભા તરફ જવાના કાચા માર્ગ પરથી પસાર થતા રાજદીપસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂ.5500 ની કિંમતની દારૂની 11 બોટલો મળી આવતા રાજદીપસિંહની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કટોરસંગ ગામના પાપા નામના શખ્સ પાસેથી માલ ખરીદ્યો

ત્રીજો દરોડો, જામનગર શહેરના મચ્છરનગરમાંથી પસાર થતી જીજે-27-સી-1969 નંબરની ઈકો કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂ.2000ની કિંમતની દારૂની પાંચ બોટલો મળી આવતા યુવરાજસિંહ ભીમદેવસિંહ ગોહિલ નામના શખ્સને દારૂની બોટલ અને રૂ.1.50 લાખની કિંમતની ઈકો કાર મળી કુલ રૂા.1,52,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો મહેસાણા જિલ્લાના કટોરસંગ ગામના પાપા નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયતના આધારે પોલીસે સપ્લાયરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

પોલીસે કમલેશની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી

ચોથો દરોડો, જામનગર શહેરમાં નુરી ચોકડી પાસેથી પસાર થતા કમલેશ ઉર્ફે બકુલ પ્રવિણચંદ્ર ત્રિવેદી નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી એક હજારની કિંમતની દારૂની બે બોટલો મળી આવતાં પોલીસે કમલેશની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. તેમજ ગોપાલ લખીયર પાસેથી દારૂની બોટલો મેળવી હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...