જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર અને જોગવડ ગામે પોલીસે જુદા જુદા બે દરોડા પાડી બે શખસોને 194 બોટલ દારૂના જથ્થા સાથે પકડી પાડયા છે. પોલીસે બન્ને શખસોના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામે પ્રભાતસિંહ ઉર્ફે અજયસિંહ ભૂપતસિંહ જાડેજા નામના શખસના ઘરે દરોડો પાડી મેઘપર પોલીસે તલાશી લીધી હતી. જેમાં આ શખસના ઘરમાંથી રૂા.36000ની કિંમતનો 72 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ જથ્થો જોગવડ ગામના ખીમરાજ ઉર્ફે ખીમો નાથસુર સુમેત નામના શખસ પાસેથી ખરીદ્યો હોવાની આરોપીએ કબુલાત આપી હતી. જેને લઇને પોલીસે આ દિશામાં કાર્યવાહી હતી. જેમાં જોગવડ ગામના આરોપીના ઘરે તલાસી લેતા તેના કબ્જાની વાડીમાંથી 128 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બન્ને શખસોની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.