તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્મ્સ એકટ હેઠળ ગુનો:જામનગરના દરેડ નજીક દેશી તમંચા સાથે શ્રમિક પકડાયો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી હથિયાર કબજે, સઘન પુછતાછ

જામનગરની ભાગોળે દરેડમાં મસીતીયા રોડ પર પંચ બી પોલીસે દેશી તમંચા સાથે મુળ યુપીના વતની શ્રમિક શખ્સને દબોચી લીઘો હતો.પોલીસે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી પકડાયેલા શખ્સની સધન પુછતાછના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરની ભાગોળે દરેડમાં પંચ બીના પીએસઆઇ સી.એમ.કાંટેલિયા અને કરણસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસે ચોકકસ બાતમીના આધારે મસીતીયા રોડ પર એક ફાર્મ નજીક વોચ ગોઠવી હતી.જે વેળાએ શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને રોકી તેની તલાશી લીઘી હતી જેના કબજામાંથી હાથ બનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો.

આથી પોલીસે મુળ ઉતરપ્રદેશના બરેલી જિલ્લાના નવાબગંજના વતની અને હાલ દરેડના હુશેની ચોકમાં રહેતા સમીર મહમદ સફી અંસારી નામના શ્રમિક શખ્સને પકડી પાડી હથિયાર કબજે કર્યુ હતુ.પોલીસે તેની સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી હથિયાર મામલે સધન પુછપરછ હાથ ધરી છે.આ હથિયાર કયાંથી લવાયુ છે? સહિતની બાબતોનો તાગ મેળવવા માટે પોલીસે પકડાયેલા શખ્સની પુછતાછ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...