જામ-જોધપુરથી તરસાઇ સુધીનો આશરે ૩૫ કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાયો છે.જેનુ કામ આશરે ૯ વર્ષ પુર્વે કરાયુ હતુ.જે બાદ ખાસ રિપેરીંગ કરવામાં ન આવતા મહીકી સતાપર - વાંસજાળિયા ઉદેપુર સહીત અનેક નેસડાને જોડતો આ મુખ્ય રસ્તો ખાડાખડબાવાળા માર્ગમાં ફેરવાતા સંબંધિત વિસ્તારના ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મુખ્ય મથક જામજોધપુર જવા માટે પારાવાર હાલાકી ભોગવવી પડે છે.
સંબંધિત ગામોની પ્રજાને તેની જીવનજરૂરી વસ્તુ ખરીદવા જામ - જોધપુર આવવું પડતું હોવાથી તેનો રોજીંદો બહોળો ઉપયોગ થાય છે. જયારે આ ખખડધજ રસ્તાને કારણે છેલ્લા ત્રણ વરસમાં અકસ્માતમાં બે ડઝનથી વધુ મૃત્યુ થયાનુ પણ કહેવાય રહયુ છે. જયારે માર્ગ પર અસંખ્ય અકસ્માતો થયા છે.આ વિસ્તારની પ્રજાને ઇમરજન્સી તેમજ પ્રસુતિ સમયે હોસ્પીટલ ખાતે પહોચવુ મુશ્કેલ બને છે.
આ રસ્તો સીંગલ પટ્ટીનો હોય જેથી ટ્રાફિક સમસ્યા પણ રહે છે. જેથી પ્રજાના હિતમાં આ રસ્તો ડબલ પટ્ટીનો કરી ફરી બનાવવા તેમજ રબારીકાથી ઝીણાવાળી નો રસ્તો પહોળો કરવા તેમજ નંદાણાથી સ્ટેટ હાઇટે ને જોડતો રસ્તો બનાવવા સહિતની માંગણી સાથે ખેડુત ઉત્કર્ષ સમિતિના નેજા હેઠળ વિશાળ રેલી યોજી આવેદન પાઠવવામાં આવ્યુ હતુ. જો માંગણી નહી સ્વીકારવામાં આવે તો નાછુટકે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
જામજોધપુર તાલુકાના ખેડૂત હિત રક્ષક સમિતીના હેમતભાઈ ખવાના નેજા હેઠળ તા. પં.સદસ્ય હેમત કરંગીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગોવીંદભાઈ બડીયાવદરા,તા.પં.ના પુર્વ સદસ્ય સાજણભાઈ બોદર, તાલુકા સંઘના સભ્ય કારા પટેલ, તરસાઈના સરપંચ રતેશભાઈ, પુર્વ સરપંચ અશોકભાઈ ફળદુ, સત્તાપરના ઉપસરપંચ રામભાઈ, પુર્વ સરપંચ દેવા રાજભાઈ છેલાણા અગ્રણી જયદીપ હેરમાં પરબતભાઈ કાંબરીયા ઈશ્વરીયા સરપંચ મહેન્દ્રભાઇ, અગ્રણી શૈલષગીરી ગોસ્વામી રાજુભાઇ ધુડા ભરવાડ સમાજના અગ્રણી નારણભાઇ વગેરેની હાજરીમાં મુખ્ય માર્ગ પર રેલી કાઢી મામલતદાર જામ-જોધપુરને આવેદન અપાયુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.