ગણેશ વિસર્જન:દુંદાળા દેવ ગણેશજીને અપાઇ ભાવભરી વિદાય, 'ગણપતિ બાપ્પા મોરિયા' અને 'અગલે બરસ તું જલ્દી આના' નાદ ગુંજી ઉઠ્યા

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં 400 સ્થળો પર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

જામનગરમાં 11 દિવસથી ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે 11માં દિવસે દુંદાળા દેવ ગણેશજીને ભક્તોએ ભાવભરી વિદાય આપી હતી. ગણપતિના વિસર્જન સમયે 'અગલે બરસ તું જલ્દી આના' નાદ ગુંજી ઉઠ્યા હતા.

ધામ-ધૂમથી ગણપતિ વિસર્જન
જામનગર શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે અને આજે અનંત ચતુર્દશીના પાવન દિવસે દુંદાળા દેવને ભાવભરી વિદાય આપવા અનેક પંડાલોમાં સ્થાપિત ગણેશજીની મૂર્તીઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ભક્તો દ્વારા પ્રોસેશન કાઢી ફટાકડાઓ ફોડી અગલે બરસ તુ જલ્દી આના ના નાદ સાથે બાપાને વિદાય આપી હતી. શહેરનાં 400 કરતાં પણ વધુ જાહેર સ્થળે વિશાળ કદની ગણેશજીની મૂર્તીઓને સ્થાપિત કરવામાં આવી હતી અને તમામ સ્થળો પર આજે અનંત ચતુર્દશીના દિને વિસર્જન કરવામાં આવ્યું હતું. 10 દિવસની આરાધના કર્યા પછી વિઘ્નહર્તા દેવની ભાવભરી વિદાય આપવા માટે તેમજ આવતા વર્ષે ફરીથી પધારવા માટેના નિમંત્રણ સાથે ગણેશ ભક્તોનો પ્રવાહ જામનગર મહાનગરપાલિકા નિર્મિત વિસર્જન કુંડ તરફ વળ્યો હતો અને જામનગર રાજકોટ ધારી માર્ગ પર ગણેશ ભક્તોના અનેક પ્રોસેસનો નીકળેલા જોવા મળ્યા હતાં.

વિસર્જન માટે જામનગર મનપાએ બે કૃત્રિમ કુંડ તૈયાર કર્યા હતા
ડીજેના તાલે ગણપતી દાદાની મૂર્તી સાથેના ફ્લોટ્સ, રાસ રમી રહેલા ભક્તો અબિલ-ગુલાલની છોડો ઉડાવીને ગણેશજીને વિદાય આપી રહેલા જોવા મળ્યા હતાં. જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રાજકોટ ધોરીમાર્ગ પર તેમજ જામનગર-કાલાવડ રોડ પર મહાપ્રભુજીની બેઠક નજીક બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના શહેરના ગણેશપતિજીની મૂર્તીઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલ સુધીમાં આ બન્ને કુંડમાં કુલ 1300 થી વધુ ગણેશજીની મૂર્તીઓનું વિસર્જન કરવામાં આવ્યું હોવાનું મહાપાલિકાના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

400 થી વધુ સ્થળો પર ગણપતિની સ્થાપના
જામનગરમાં 400 થી વધુ જાહેર સ્થળો પર તેમજ 3000 થી વધુ ઘરોમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી પ્રથમ દિવસે ગણેશજીની સ્થાપના કરીને દુંદાળા દેવ ના વધામણા કરવામાં આવ્યા હતા. આજે 11 દિવસ થયા બાદ દુંદાળા દેવને ભાવભરી વિદાય અપાઇ.

અન્ય સમાચારો પણ છે...