'સર' જાડેજાના પુત્રીનો જન્મદિન:જામનગરની એક હોટલમાં નિધ્યાનાબાના બર્થડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જુઓ ઉજવણીની તસવીરો

જામનગર18 દિવસ પહેલા
  • 101 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં 11-11 હજાર જમા કરાવી આપ્યા

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પુત્રી નિધ્યાનાબાના જન્મદિવસની જામનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જામનગર નજીક આવેલી એક હોટલમાં રવિન્દ્ર જાડેજા અને પત્ની રીવાબા જાડેજાએ કેક કટીંગ કરી પુત્રીનો જન્મદિવસ ઉજવ્યો હતો.

જામનગર નજીક આવેલી એક હોટલમાં ઉજવવામાં આવેલા જન્મદિન દરમિયાન રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાએ પુત્રી નિધ્યાનાબા સાથે વિકટોરિયા ગાડીમાં એન્ટ્રી કરી હતી. નિધ્યાનાબા આકર્ષ પીંક કલરના ડ્રેસમાં જોવા મળી હતી. તો પિતા રવિન્દ્ર જાડેજા રાઉન્ડ કેપ સાથે બર્થડે સેલિબ્રેશન કરતા નજરે પડ્યા હતા.

101 દીકરીઓના ખાતા ખોલી 11-11 હજાર રૂપિયા જમા કરાવ્યા
ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પુત્રીના આજે બર્થ ડે નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને રિવાબા જાડેજા દ્વારા સુકન્યા સમૃદ્ધિ પોજના હેઠળ પ્રત્યેક 101 દીકરીઓ માટે રૂા.11 હજારનું પ્રિમિયમ ભરવામાં આવ્યું હતું. જેનો સરવાળો રૂ।.11,11,000 થાય છે. આ રીતે ક્રિકેટરના સુપુત્રીના જન્મ દિવસ નિમિત્તે 101 દીકરીઓનું કલ્યાણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...