આત્મહત્યા:કમર પર ઇંટો બાંધી યુવતીએ સસોઇ ડેમમાં પડતું મૂક્યું

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મૃતક યુવતીની ઓળખ મેળવવા કવાયત

જામનગર નજીક સસોઇ ડેમમાં એક અજાણી લગભગ 22થી 25 વર્ષની વયની યુવતિનો મૃતદેહ મળી આવ્યો હતો.મૃતકે શરીરના કમરના ભાગે વાયરથી ઇંટો બાંધી ડેમમાં ઝંપલાવી આયખું ટુંકાવી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેની ઓળખ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સસોઇ ડેમમાં કોઇ અજાણી યુવતિનો મૃતદેહ હોવાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો.મૃતદેહને બહાર કઢાવી પોલીસે તેને પોષ્ટમોર્ટમ અર્થે જી.જી.માં ખસેડયો હતો. લગભગ બાવીશથી પચીસ વર્ષની મૃતક યુવતિના હાથમાં લવ લખેલી ધાતુની વિંટી પણ પહેરી છે.કાળા સેન્ડલ ઉપરાંત સફેદ ટોપ અને કોફી કલરનુ ર્સ્કટ પહેરેલુ છે. ઉકત વર્ણન વાળી યુવતિ વિશે કોઇ પણ જાણકારી હોય તો પંચ બી પોલીસનો સંપર્ક સાધવા જણાવાયુ છે.પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...