મતદાન જાગૃતિ માટે પહેલ:જામનગરની યુવતીએ આઝાદી બાદ પ્રથમ વખત મતદાન કરનાર શ્રી શ્યામ શરણ નેગીને રંગોળીમાં કંડાર્યા

જામનગર10 દિવસ પહેલા

જામનગરની યુવતીએ લોકશાહી પર્વમાં વધુમાં વધુ લોકો મતદાન સાથે જોડાઈ તે હેતુથી આઝાદી મળ્યા બાદ પ્રથમ વખત મતદાન કરનાર શ્રી શ્યામ શરણ નેગીના ચિત્રનું રંગોળીના રૂપમાં આલેખન કર્યું છે. આ રંગોળીમાં આઝાદી પછીના ભારતના પ્રથમ મતદાર શ્રી શ્યામ શરણ નેગીનાં ચિત્રનું આલેખન કરવામાં આવ્યું છે, શ્રી શ્યમશરણ નેગી ભારતના પ્રથમ અને સૌથી વયસ્ક મતદાર હતા. તેઓએ છેલ્લે મત આપ્યાના બે દિવસ પછી 105 વર્ષની આયુએ મૃત્યુ પામ્યા હતા.

વધુમાં વધુ લોકો મત આપે તેવી પણ અપીલ
એમના જીવનથી પ્રેરણા લઈ વધુથી વધુ લોકો મતદાન કરે અને " IF HE COULD THEN WE SHOULD " આ પ્રકારનો સંદેશ આપી મતદાન જાગૃતિના હેતુથી આ રંગોળીનું સર્જન રિદ્ધિ શેઠ દ્વારા કરવામાં આવ્યું અને વધુમાં વધુ લોકો મત આપે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. દેશ સ્વતંત્ર થયા બાદ લોકશાહીમાં સૌપ્રથમ વખત મતદાન શ્રી શ્યામ શરણ નેગીએ કર્યું હતું. તેઓએ પોતાનું અંતિમ મતદાન 105 વર્ષની ઉંમરે કર્યું હતું. છેલ્લું મતદાન કર્યા બાદ બે દિવસ પછી તેઓનું મૃત્યુ થયું હતું.

લોકોમાં જાગૃતિ આવે તે માટે રંગોળી બનાવી
મતદાન જાગૃતિ માટેનો સંદેશો આપતી રંગોળી તૈયાર કરવામાં આવી છે. તે રંગોળીમાં સ્પેશિયલ ચિરોડી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ રંગોળી શ્રી શ્યામ શરણ નેગીનું ચિત્ર બનાવ્યું હતું. રંગોળી બનાવનારે જણાવ્યું હતું કે, હાલ મતદાન પર્વ ચાલી રહ્યો છે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે રંગોળી બનાવવામાં આવી છે. દેશને આઝાદી મળ્યા બાદ સૌ પ્રથમ વખત મતદાન કરનાર શ્રી શ્યામ શરણ નેગીના ચિત્રની રંગોળી બનાવી છે. તેઓ 105 વર્ષની ઉંમરે છેલ્લું મતદાન કર્યા બાદ બે દિવસ પછી તેમનું મૃત્યુ નીપજ્યું હતું એટલે તેમણે જીવનમાં 14 વખત મતદાન કર્યું છે. અંગત મિત્રો પાસેથી સજેશન પણ મળ્યું હતું એટલે આ પ્રકારનો લોકશાહી પર્વમાં સંદેશો આપી લોકો મતદાન કરે તે હેતુ થી રંગોળીનું સર્જન કરવામાં આવ્યું હતું અને લોકોને મતદાન અવશ્ય કરવું તેવી અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...