જવાનોએ લીકેજ અટકાવ્યું:શહેરમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ, યુવાન દાઝી ગયો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખારવાચકલામાં મકાનમાં બનેલો બનાવ
  • ફાયર બ્રિગેડના જવાનોએ લીકેજ અટકાવ્યું

જામનગરમાં ખારવા ચકલા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેસનો બાટલો લીક થતાં આગ લાગી હતી. જેના કારણે યુવાન દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઇ લીકેજ અટકાવ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળાં ઉમટી પડયા હતાં.​​​​​​

જામનગરમાં ખારવાચકલા વિસ્તારમાં રહેતા કૌશિકભાઈ ડી. પંડ્યા નામના આસામીના રહેણાંક મકાનમાં શુક્રવારે સવારે 7.25 વાગ્યાની આસપાસ રાંધણગેસનો બાટલો લીકેજ થયો હતો. આથી આગનું છમકલું થયું હતું. જેમાં કૌશિકભાઈ દાઝી ગયા હતાં. આથી તેને 108 મારફરત સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના સ્ટાફે દોડી જઇ લીકેજ અટકાવી આગ બુઝાવી હતી. બનાવના પગલે લોકોના ટોળાં ઉમટી પડયા હતાં.

અન્ય સમાચારો પણ છે...