તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોડધામ:ચાંપાબેરાજા સીમમાં જુગારનો અખાડો પકડાયો, 9 શખસ ઝબ્બે

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઈમ બ્રાન્ચનો કાફલો રાત્રે ત્રાટકતા ક્ષણિક અફડા તફડી મચી
  • રૂ.1.07 લાખની રોકડ,વાહનો સહિત રૂ.2.27 લાખનો મુદામાલ કબજે

જામનગર તાલુકાના ચાંપા બેરાજા સીમની વાડીમાં સ્થાનિક ગુના શોધક શાખાના કાફલાએ દરોડો પાડી ઘોડીપાસા વડે જુગાર રમતા નવ શખ્સોને પકડી પાડયા હતા.પોલીસે રૂ.1.07 લાખની રોકડ, ચાર બાઇક સહિત રૂ.2.27 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.આ દરોડાના પગલે ક્ષણિક અફડા તફડી મચી જવા પામી હતી.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરના એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન સ્ટાફના ધાનાભાઇ મોરી અને વનરાજભાઇ મકવાણા સહિતની ટીમને ચાંપા બેરાજા ગામની સીમમાં એક વાડીમાં નાલ ઉઘરાવી જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસએ રાજપાલસિંહ ખોડુભા જાડેજાની કબજા ભોગવટાની વાડીમાં દરોડો પાડયો હતો.આ દરોડા વેળા નવેક શખ્સો જુગાર રમતા માલુમ પડયા હતા.

આથી પોલીસે વાડીધારક રાજપાલસિ઼હ જાડેજા ઉપરાંત મોસીન ઉર્ફે છોટીયો સતારભાઇ સાટી, સુરેશ રમેશભાઇ જાદવ, વલીભાઇ શેરૂભાઇ મલેક, અબ્દુલ ગફારભાઇ ખફી, વિજય જેઠાભાઇ ગોહિલ, અસરફ અકરમભાઇ દરજાદા, જેનુર મુસાભાઇ મનોરીયા અને વિપુલ મુળજીભાઇ વાઘેલાને પકડી પાડયા હતા.પોલીસે રૂ. 1.07 લાખની રોકડ રકમ ઉપરાંત જુદા જુદા ચાર બાઇક સહિત રૂ. 2.27 લાખનો મુદામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.આ દરોડાના પગલે ક્ષણિક દોડધામ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...