પોલીસના દરોડા:રસનાળ ગામે મકાનમાં ચાલતો જુગારનો અખાડો ઝડપાયો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જોડિયાના રસનાળ ગામે પોલીસે દરોડો પાડી રહેણાંક મકાનમાં ચાલતો જુગારનો અખાડો પકડી પાડતા ભારે ચકચાર જાગી છે. દરોડા દરમ્યાન પોલીસે આઠ શખસોને જુગાર રમતા રંગેહાથ પકડી પાડયા હતાં. પોલીસે રોકડા રૂ.2,64,200 સહિત કુલ રૂ.3,07,710 ની મતા કબ્જે કરી તમામ શખસો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જોડિયા તાલુકાના રસનાળ ગામે રહેતો આશિષ હેમરાજભાઇ જીવાણી નામનો શખસ પોતાના કબજા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે શનિવારે મોડી રાત્રીના આશિષના રહેણાક મકાનમાં દરોડો પાડયો હતો. આ દરોડા વેળાએ ઘરમાં તીનપતીનો જુગાર રમી રહેલા આશિષ ઉપરાંત જયંતીલાલ ડાયાભાઇ જીવાણી, ચંદુભાઇ ચકુભાઇ માલકીયા, ઉપેન્દ્ર ભુદરભાઇ પાંચોટીયા, વિશાલ છગનભાઇ વાંસજાળીયા, મુકેશ છગનભાઇ જીવાણી, ક્રિપેશ રૂગનાથભાઇ જીવાણી, વેલુભા સુરૂભા જાડેજા, રમેશભાઇ શામજીભાઇ જીવાણીને પોલીસે રંગેહાથ પકડી પાડયા હતાં.

પોલીસે દરોડા દરમ્યાન રોકડા રૂ.264200, 9 મોબાઇલ ફોન કિંમત રૂ.43500 મળી કુલ રૂ.307100 ની મતા કબ્જે કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...