ગમખ્વાર અકસ્માત:કનસુમરા પાટીયા પાસે ટ્રક હડફેટે પરપ્રાંતિય શ્રમિકનું મોત નિપજ્યું

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જીને ભાગી છૂટેલા ટ્રક ચાલકની સામે પોલીસે ગુનો નોંધ્યો

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે સોમવારે સવારે 11 વાગ્યાના અરસામાં પૂરપાટ વેગે આવી રહેલા એક ટ્રક ટ્રેલરના ચાલકે સ્કુટર ચાલક પરપ્રાંતીય શ્રમિક ને ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે, મૂળ રાજસ્થાનના વતની અને દરેડ જીઆઇડીસી ફેઝ-3 માં ભવ્ય ઈંપેક્સ નામના કારખાનામાં રહીને મજૂરીકામ કરતા સોહનલાલ ધનાલાલ મેઘવાલ નામના 50 વર્ષના શ્રમિક સોમવારે સવારે 11 વાગ્યાના અરસામાં કનસુમરા પાટીયા પાસેથી પોતાનું ટુ-વ્હીલર લઈને નીકળ્યા હતા, જે દરમિયાન પૂરપાટ વેગે પાછળથી ધસમસતા આવી રહેલા એક ટ્રક ટ્રેલરના ચાલકે ટુ વ્હીલરને ઠોકરે ચડાવી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં સોહનલાલ મેઘવાલને ગંભીર ઇજા થવાથી તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયું હતું. આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ ઘટનાના પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...