મધ દરીયે મોત:જામનગર નજીકના સિક્કા દરિયામાં લંગારેલી શિપમાં વિદેશી નાગરિકનું કોરોનાથી મોત

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિપમાં મૃત્યુ પામનાર વિદેશી નાગરિકની અંતિમવિધી સિક્કા ગામમાં કરવામાં આવી

જામનગર નજીકના સિક્કા દરિયામાં લંગારેલી શિપમાં વિદેશી નાગરિકનું કોરોનાથી મૃત્યુ થયું હતું. જ્યારે શિપમાં 17 વિદેશી નાગરિકો બીમાર હોય તેમાંથી પાંચ વિદેશી નાગરિકોને જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

મધ દરિયામાં ઇન્ડોનેશિયાથી આવેલી શિપમાં 17 ઇન્ડોનેશિયન નાગરિકો બીમાર પડતા એકનું મૃત્યુ થતા સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. જ્યારે શિપમાં મૃત્યુ પામનાર વિદેશી નાગરિકની અંતિમવિધી સિક્કા ગામમાં કરવામાં આવી હતી.

સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવતાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. હાલ વિદેશી નાગરિકના મૃત્યુ અન્વયે તંત્રની દોડધામ વધી છે અને સમગ્ર બનાવ પર તંત્રની બાજ નજર રાખવામાં આવી રહી છે અને આગળની આરોગ્યની ચકાસણી શરૂ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...