શોકસર્કીટથી આગ:જામનગરમાં એપાર્ટમેન્ટના પ્રથમ માળે આગ, 8000 લીટર પાણીનો મારો ચલાવ્યો

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફલેટમાં શોકસર્કીટથી આગ લાગતા ટીવી, ફ્રીજ, મંદિર અને પીઓપી બળી ગયા

જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. ફલેટમાં શોકસર્કીટથી આગ લાગતા ટીવી, ફ્રીજ, મંદિર, પીઓપી સહિતની વસ્તુ બળી ગઇ હતી. ફાયરની ટીમે8000 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

જામનગરમાં શનિવારે બપોરે 12.45 વાગ્યાની આસપાસ મેહુલનગર વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં આવેલા સ્ટાર વ્યુ એપાર્ટમેન્ટના પ્રથમ માળે આવેલા પ્રવીણભાઇ કણઝારિયાના ફલેટમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને 8000 લીટર પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. ફલેટમાં શોકસર્કીટના કારણે આગ લાગી હતી. આગના કારણે ફલેટમાં ટીવી, મંદિર, પીઓપી અને ફ્રીજ સહિતની વસ્તુઓ બળી ગઇ હતી.

આગ લાગતા મહિલા બહાર નીકળી જતા જાનહાનિ ટળી
જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં આવેલા સ્ટાર વ્યુ એપાર્ટમેન્ટમાં શનિવારે બપોરે પ્રથમ માળે આવેલા પ્રવીણભાઇના ફલેટમાં આગ લાગી હતી તે સમયે તેના માતા ઘરમાં હતાં. પરંતુ તેઓ સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી. બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતાં.

અન્ય સમાચારો પણ છે...