દુર્ઘટના:મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ ભભૂકી

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના નવીવાસ વિસ્તારમાં બનેલો બનાવ
  • ફાયર ટીમે બાટલો બહાર કાઢી આગ બુઝાવી

જામનગરના રણજીત રોડ પર નવીવાસમાં રહેણાંક મકાનમાં રાંધણગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ સિલિન્ડર બહાર કાઢી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.

જામનગરના બેડી નાકાથી દીપક ટોકિઝ વચ્ચે રણજીત રોડ પર નવીવાસમાં વસવાટ કરતાં શધાંતિભાઈ અરજણભાઈ ડોણાસીયાના મકાનમાં મંગળવારે રાત્રીના આઠેક વાગ્યે રાંધણગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હતી.

આથી ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયરના જવાનો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને લીકેજ થઈ રહેલા બાટલાને તાત્કાલિક બહાર કાઢી આગને વધુ પ્રસરતા અટકાવી હતી. ગીચ વિસ્તારમાં આગનું છમકલું થતા અફડાતફડી મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં આવી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...