દુર્ઘટના:શહેરમાં ગેસનો બાટલો લીક થતાં આગ ભભૂકી

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસોડાની વસ્તુખાખ,જાનહાની ટળી

જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં વૃંદાવન રેસીડન્સીમાં ગેસનો બાટલો લીક થતાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગના કારણે રસોડાની વસ્તુઓ બળી ગઇ હતી. જો કે, આગ લાગતા ઘરના સભ્યો બહાર નીકળી જતા જાનહાની ટળી હતી.

શહેરમાં હર્ષદમીલ ચાલી વિસ્તારમાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલી વૃંદાવન રેસીડન્સીમાં રહેણાંક મકાનમાં રવિવારે સવારે 10 વાગ્યા આસપાસ રાંધણગેસનો બાટલો લીકેજ થયો હતો. આથી આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.

આગના પગલે ઘરના સભ્યો સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતાં. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. આગને કારણે રસોડાની વસ્તુઓ બળી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...