તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભયંકર આગ:વીડી વિસ્તારમાં પીપરટોડા ગામમાં સૂકા ઘાસના જથ્થામાં વીજળી પડતા આગ લાગી

જામનગર11 દિવસ પહેલા
 • રણજીતસાગર ડેમ નજીક પીપરટોડા ગામમાં આગ લાગી
 • ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવવાનો પ્રયાસ કર્યો
 • વાડી વિસ્તાર અને રહેણાંક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
 • વન ખાતાના ગોડાઉનમાં એકત્ર થયેલ ઘાસ ના જથ્થામાં આગ લાગી

લાલપુર તાલુકાના પીપરટોડા ગામે વીજળી પડતા વનવિભાગના ઘાસના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફડા-તફડી સાથે ભારે દોડધામ મચી ગઇ હતી. જામ્યુકો અને કંપનીઓના 8 ફાયર ફાયટરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ હજારો કીલો સૂકા ઘાસની ગંજીમાં બપોરના લાગેલી આગ રાત્રી સુધી કાબૂમાં આવી ન હતી.

જામનગર જિલ્લામાં શનિવારે સતત બીજા દિવસે બપોર બાદ હવામાનમા એકાએક પલટો આવ્યો હતો. આથી લાલપુર તાલુકામાં કમોસમી વરસાદનું ઝાપટું પડયું હતું. આ દરમ્યાન તાલુકાના પીપરટોડા ગામે બપોરના 4 વાગ્યા આસપાસ વીજળી પડી હતી. આ વીજળી ગામમાં આવેલા વનવિભાગના સૂકા ઘાસના ગોડાઉન પર પડતાં ભીષણ આગ ભભૂકી ઉઠતા વનવિભાગના અધિકારીઓમાં ભારે દોડધામ સાથે અફરા તફરી મચી ગઇ હતી.

બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના તથા રિલાયન્સ, એસ્સાર સહિતની કંપનીઓના મળી કુલ 8 ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ વનવિભાગના ગોડાઉનમાં હજારો કીલો સૂકા ઘાસની ગંજી પડી હોય બપોરના 4 કલાકે લાગેલી આગ રાત્રીના 8 વાગ્યા સુધી કાબૂમાં આવી ન હોવાનું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

આજુબાજુના ગામ લોકો આગ લાગતા એકઠા થયા અને અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જામનગરથી ફાયર બ્રિગેડ તાત્કાલિક આગને કાબૂમાં લેવા માટે પીપરટોડા ગામે પહોંચી ગયા છે.

વાડી વિસ્તારના રહેણાક લોકોમાં ભયનો માહોલ સર્જાયો

આગે એટલુ વિકરાળ સ્વરૂપ લીધું છે કે કાબુમાં આવી નથી. તેથી જામનગરથી વધુ ફાયર બ્રિગેડ ફાયટરો ઘટનાસ્થળે રવાના થયા છે. વીડી વિસ્તારમાં એકઠા થયેલા સૂકા ઘાસના જથ્થામાં જેવા મોટા ડુંગરમાં વીજળી પડવાથી આગ લાગી છે.

તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ સૂકા ઘાસનો મોટા પ્રમાણમાં જથ્થો એકઠો થયેલો છે. આગે ભયંકર સ્વરૂપ લીધું છે

જેમાં આજુબાજુના ગામડાંના લોકો અને વાડી વિસ્તારના રહેણાક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.હાલ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે. અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો