બર્નિંગ કાર:જામનગર શહેરના સંગમ બાગ પાસે SUV કારમાં આગ લાગી, ચાલકનો આબાદ બચાવ થયો

જામનગર12 દિવસ પહેલા

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા સંગમ બાદ પાસે આજે એક એસયુવી કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. સદનસીબે કારના ચાલકનો આબાદ બચાવ થયો હતો. આગની ઘટનાના પગલે રસ્તા પર લોકોના ટોળા એકઠા થયા હતા.

રણજીતસાગર રોડ પર સંગમ બાગ પાસે રોડ પર જ મહેન્દ્રા એસ.યુ.વી ગાડી નંબંર GJ10 BR 5772 નવી અચાનક સળગી ઉઠતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાના પગલે રસ્તા પર લોકોના ટોળા એકઠા થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. કારનો ચાલક સલામત રીતે બહાર નીકળી જતા સદનસીબે જાનહાનિ થતા અટકી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...