તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગનું કારણ અંકબધ:જામનગર પાસે દરેડ જીઆઇડીસીમાં ઇન્ટરટેક લેબોરેટરીમાં આગથી અફડાતફડી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડના જવાનો પહોંચે તે પૂર્વે આગ ઓલવાઇ ગઇ હતી

જામનગર નજીક દરેડ જીઆઇડીસીમાં આવેલી ઇન્ટરટેક લેબોરેટરીમાં આગથી અફડાતફડી મચી ગઇ હતી. જો કે, પેટ્રોકેમીકલ લેબમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ અકબંધ છે. ફાયર બ્રિગેડના જવાનો પહોંચે તે પૂર્વે આગ ઓલવાઇ ગઇ હતી.

દરેડ જીઆઇડીસીમાં પ્લોટ નં.40/56 માં આવેલી ઇન્ટરટેક પેટ્રોકેમીકલ લેબોરેટરીમાં સોમવારે બપોરે ચાર વાગ્યા આસપાસ આગ લાગી હતી. આગના કારણે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આગના બનાવની જાણ લેબના માલીક જેન્તીભાઇએ ફાયર બ્રિગેડને કરી હતી. આથી ફાયરના જવાનો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતાં. પરંતુ ફાયરના જવાનો પહોંચે તે પૂર્વે લેબોરેટરીમાં રાખેલી ફાયર સિસ્ટમ દ્વારા આગ બુઝાવામાં આવી હતી. પરંતુ લેબોરેટરીમાં આગ કયાં કારણોસર લાગી તે હજુ બહાર આવ્યું નથી. લેબોરેટરીમાં આગના બનાવના પગલે લોકોના ટોળાં ઉમટી પડયા હતાં.

જી.જી.હોસ્પિટલ નજીક સીસીટીવી કેમેરા કન્ટ્રોલ યુનિટમાં શોક સર્કીટ
જામનગરમાં જી.જી.હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે આવેલા માર્ગ પર લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાના કન્ટ્રોલ યુનિટમાં રવિવારે રાત્રીના 11 વાગ્યા આસપાસ શોક સર્કીટ થતાં ધુમાડા નિકળ્યા હતાં. બનાવની જાણ થતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...