તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:હવાઇ ચોકમાં ભંગારના વાડામાં આગ લાગતા નાસભાગ મચી

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગથી ભંગાર-સાઇકલો બળીને ખાક થઈ: ફાયરબ્રિગેડ દોડ્યું

જામનગરના હવાઇચોક વિસ્તારમાં ગુરૂવારે સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. હવાઇચોક વિસ્તારમાં પ્રફુલભાઇ કટારમલના ગેરેજમાં સાઇકલ અને ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠતા સ્થાનિક લોકોએ ફાયરબિગ્રેડને જાણ કરતા ફાયરબ્રિગેડના જવાનો ફાયર ફાઇટર સાથે હવાઇચોક પાસે આવેલી ખીજડા મંદિરવાળી શેરીમાં ઘટના સ્થળે દોડી જઇ આગને કાબુમાં લીધી હતી.

ઘટનાની જાણ થતાં વિસ્તારના કોર્પોરેટર કેતનભાઇ નાખવા, ગેરેજના માલિક પ્રફુલભાઇ કટારમલ પણ સ્થળ પર પહોંચી ગયા હતાં. આગ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...