ફેક્ટરીમાં આગ:જામનગરમાં કપડાં ધોવાનો લિક્વિડ બનાવતી મીની ફેક્ટરીમાં આગની ઘટનાથી દોડધામ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર માં લાલવાડી શેરી નંબર-1 માં આવેલી કપડાં ધોવાના લિક્વિડના પેકિંગની ફેક્ટરીમાં વહેલી સવારે અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડની ટુકડીએ સમયસર પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ફેક્ટરીમાં લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જામનગરમાં લાલવાડી શેરી નંબર-1 માં આવેલી હિતેશ ટ્રેડર્સ નામની કપડાં ધોવાના લિક્વિડના પેકિંગની ફેક્ટરીમાં આજ વહેલી સવારે અકસ્માતે આગ લાગી હતી, અને આગ કારણે ફેક્ટરીની અંદર લિક્વિડ તથા તેના પેકિંગનો મોટો જથ્થો સળગી ઊઠ્યો હતો.

આગના બનાવ અંગે ફાયર શાખાને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સતત અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જે આગના કારણે ફેક્ટરીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...