જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા પ્રોવિઝન સ્ટોર્સમાં મધ્યરાત્રિના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેથી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.જો કે, ત્યા સુધીમાં આશરે ચાર લાખ જેટલું નુકસાન થયું હતું.
આ બનાવની મળતી માહિતી મુજબ, જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા સદગુરૂ પ્રોવિઝન સ્ટોર્સ નામની અનાજ-કરિયાણાની દુકાનમાં શુક્રવારે રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં એકાએક શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. આગની જાણ કરાતા જામનગર ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બે ફાયરફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો કે, ફાયરના જવાનો આગને કાબુમાં લ્યે તે પહેલાં આગના કારણે દુકાનમાં રહેલ ચાર લાખ જેટલો સામાન સળગીને ખાક થઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.