દોડધામ:હાપામાં ધાણા-જીરૂના પેકિંગની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયરબ્રિગેડે પાણીના બે ટેન્કરો વડે આગને કાબુમાં લીધી

જામનગરના હાપામાં આવેલા ધાણાજીરૂના પેકિંગના એક કારખાનામાં અકસ્માતે આગ લાગવાથી ધાણાજીરુંના બાચકા સળગવા લાગ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમને સમયસર પહોંચી જઈ પાણીના બે ટેન્કર વડે આગને કાબુમાં લીધી હતી. જેથી ધાણાજીરૂનો 70 ટકાથી વધુ જથ્થો બચી ગયા છે જો કે આગની લપેટમાં મોટું નુકસાન થયું છે.

જામનગરના હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા શ્રી ક્વોલિટી પેકર્સ નામના ધાણા જીરુંના પેકિંગના એક કારખાનામાં આજે સવારે 9.00 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ અંગે ફેક્ટરીના સંચાલક જયેશભાઈ દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાનો સંપર્ક કરવામાં આવતાં ફાયર શાખાના જવાનો બે ફાયર ફાઈટર સાથે તુરતજ ઘટના સ્થળે દોડી ગયા હતા. પાણીના બે ટેન્કરો વડે આગને કાબુમાં લઈ લીધી હતી અને સમયસર આગ આગળ વધતી અટકી ગઈ હોવાથી 70 ટકા જેટલો ધાણાજીરું ભરેલા બાચકાનો જથ્થો બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...