આગ:કિસાનચોક પાસે ગણેશવાસમાં બંધ મકાનમાં આગ લાગી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

જામનગરના કિસાનચોક વિસ્તારમાં એક બંધ મકાનમાં ગઈકાલે આગ ભભૂકી હતી. ફાયરબ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી. દિવાળીની રાત્રે ચૌદ સ્થળે આગ લાગ્યાના સંદેશા મળતા ફાયરના જવાનો ધસી ગયા હતા. જો કે, કોઈ સ્થળે નોંધનીય નુકસાની કે જાનહાની થઈ ન હતી.

જામનગરના કિસાનચોક વિસ્તારમાં આવેલા ગણેશવાસ પાસે ગોવિંદભાઈ પરમાર નામના આસામીના બંધ રહેલા મકાનમાં ગઈકાલે સવારે કોઈ કારણથી આગ ભભૂકી હોવાની જાણ કરતો ફોન કોઈએ ફાયરબ્રિગેડને કરતા ફાયર ઓફિસર જે.કે. ડામોર, ઉમેશ ગામેતી તેમજ ભરત ગોહેલ, મયુરસિંહ જાડેજા, વેજાણંદ ગોજીયા સહિતના કર્મચારીઓ મારતી ગાડીએ ધસી ગયા હતા.

ત્યાં એક ગાડી વડે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ આગ કાબૂમાં આવી તે પહેલા ઘરમાં રહેલું ટીવી, ફ્રીઝ, ઘરઘંટી, તિજોરી, કબાટ, ગાદલા, ગોદળા સળગીને ખાખ થઈ ગયા હતા. દિવાળીના દિવસો દરમિયાન ફાયરબ્રિગેડનો સ્ટાફ સતત ખડેપગે રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...