તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતે આગ:દરેડમાં બ્રાસપાર્ટસના કારખાનામાં આગ ભભૂકતા દોડધામ મચી ગઈ

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે ટેન્કરની મદદથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવાઇ

દરેડ જીઆઇડીસી ફેસ-3માં વિશાલ ચોક પાસે બુધવારે રાત્રે એક કારખાનામાં અકસ્માતે આગ ભભૂકતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને બે ટેન્કરની મદદ વડે પાણીનો મારો ચલાવી એકાદ કલાકની જહેમત બાદ આગને બુઝાવી હતી.

જામનગર નજીક દરેડ જીઆઇડીસી ફેસ-3માં વિશાલ ચોક પાસે આવેલા સુનિલ ઇમ્પેકસ નામના બ્રાસપાર્ટસના કારખાનામાં બુધવારે રાત્રે અકસ્માતે ભંગારના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી.જેની કારખાનેદાર સુનિલભાઇએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર શાખાની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

ફાયર શાખાની ટીમે જુદા જુદા બે ટેન્કરની મદદથી પાણીનો મારો ચલાવી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીઘો હતો. જેથી આગ વધુ પ્રસરતા અટકી હતી.બનાવના પગલે સંબંધિત વિસ્તારમાં ક્ષણિક અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.જયારે ઘટનાસ્થળે લોકોના ટોળા પણ એકત્ર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...