અકસ્માતે આગ:જામનગરમાં દરેડ ફેઝ-3માં આવેલી અર્જન ઇન્ડસટ્રીઝમાં આગ લાગી, સદનસીબે જાનહાનિ ટળી

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો

જામનગરમાં દરેડ ફેઝ-3માં આવેલી અર્જન ઇન્ડસટ્રીઝમાં સલ્ટ્રાસોનિક મશીનમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણી ન મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

આગને પરિણામે કારખાનામાં રહેલા ફર્નીચર સહિતનો સામાન આગની લપેટમાં આવી જતા નુકશાન પહોચ્યું હતું. જોકે, આ આગની ઘટનામાં સદનશીબે કોઈ જાનહાનિ થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...